Youth Portal

તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખો



TikTok પર સલામત અને આનંદપ્રદ અનુભવ ખાતાની સુરક્ષાથી શરુ થાય છે. તમારા એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે અહીં કેટલીક ટીપ્સ આપી છે.



મજબૂત પાસવર્ડ પસંદ કરો

અમે મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ આની સાથે:

  • ઓછામાં ઓછા ૬ અક્ષરો
  • મોટા અક્ષરો, સંખ્યાઓ અને પ્રતીકોનું સંયોજન

અમે નિયમિતપણે તમારો પાસવર્ડ બદલવાનું સૂચન પણ કરીએ છીએ – તેમના પર નજર રાખવા પાસવર્ડ મેનેજરની મદદ થઈ શકે છે!



તમારા ડિવાઇસો પર નજર રાખો

TikTok તમારા એકાઉન્ટને દ્વિ-પરિબળ પ્રમાણીકરણથી સુરક્ષિત કરવાની ક્ષમતા પ્રદાન કરે છે, તેથી જ્યારે પણ તમે પ્રવેશ કરો ત્યારે વધારાની ચકાસણી આવશ્યક છે.
તમે તમારા એકાઉન્ટમાં લૉગ ઇન થયેલા તમામ ડિવાઇસો જોવા માટે, ડિવાઇસ સંચાલકનો ઉપયોગ કરી શકો છો, ડિવાઇસોમાથી તમારો લૉગ ઇન દૂર કરી શકો છો, અને જો તમારા એકાઉન્ટ પર શંકાસ્પદ પ્રવૃત્તિ હોય તો તમને સૂચના મળી શકે છે.
"
ડિવાઇસોનુ સંચાલન કરો" હેઠળ, તમે લૉગ ઇન કરેલા ડિવાઇસો અને સંબંધિત તારીખ, સમય અને સ્થાન જોશો. તેમાંથી કોઈપણ ડિવાઇસ પર TikTok થી લૉગ આઉટ કરવા માટે, ડિવાઇસ પસંદ કરો અને "દૂર કરો" ને ટૅપ કરો.
આ કાર્ય જોવા માટે:

  1. ગોપનીયતા અને સલામતી” પર જાઓ
  2. મારુ એકાઉન્ટ સંચાલન કરો” ટૅપ કરો
  3. સુરક્ષા” ને ટૅપ કરો
  4. તમારા લૉગ્ડ ઇન ડિવાઇસોનું સંચાલન કરવા માટે “તમારા ડિવાઇસો” પર ટૅપ કરો


શંકાસ્પદ લિંક્સ અને સંદેશાથી સાવધ રહો

યાદ રાખો: શંકાસ્પદ લિંક્સ અથવા સંદેશાઓ પર ક્લિક કરશો નહીં કેમ કે તે કૌભાંડો અથવા ફિશિંગના પ્રયત્નો હોઈ શકે છે. જો તમને નીચેની બાજુએ આવવાનું થાય, તો રિપોર્ટ ફાઇલ કરો:

  • તમે ઇનામ, ડિસ્કાઉન્ટ, મફત અજમાયશ અથવા ઇનામ મેળવ્યો હોવાનો દાવો કરનારા સંદેશાઓ કે જેની માટે તમારી વ્યક્તિગત માહિતીની જરૂર છે.
  • અજાણ્યા લોકો અથવા તમે જાણતા લોકો તેઓ કટોકટીમાં હોવાનો દાવો કરે છે અને પૈસા અથવા અન્ય સહાયની માંગ કરે છે.
  • કોઈ બીજાના સોશ્યલ મીડિયા એકાઉન્ટને અનુસરવાની વિનંતીઓ.
  • શંકાસ્પદ લિંક્સ અથવા સામગ્રી.

યાદ રાખો, TikTok તમને ક્યારેય તમારા એકાઉન્ટ પાસવર્ડ, બેંક કાર્ડ અથવા કોઈ અન્ય વ્યક્તિગત માહિતી માટે પૂછશે નહીં.